17 વર્ષથી સાથે રહેતા શ્વાનના મૃત્યુ પર રડી પડ્યો પરિવાર, બેંડબાજા સાથે નીકળી અંતિમયાત્રા, જુઓ વીડિયો

મનુષ્ય અને શ્વાન વચ્ચેનો નિસ્વાર્થ સંબંધનો કિસ્સો જોઈ ભલભલાની આંખોમાં આંસુ આવી જશે. 17 વર્ષ સાથે રહેનારા શ્વાનની અંતિમ વિદાયે સૌ કોઈની આંખો ભીની કરી. બેન્ડ બાજા સાથે શ્વાનની અંતિમ યાત્રામાં જોડાયા લોકો. મનુષ્યની જેમ જ પરંપરાગત રીતે શ્વાનના અંતિમ સંસ્કાર પણ કરાયા. 

17 વર્ષથી સાથે રહેતા શ્વાનના મૃત્યુ પર રડી પડ્યો પરિવાર, બેંડબાજા સાથે નીકળી અંતિમયાત્રા, જુઓ વીડિયો

ઝી બ્યૂરો, અમદાવાદઃ આજે પણ જીવનની અંતિમ યાત્રામાં વ્યક્તિને ક્યારેક કાંધ મળતો નથી. સંસ્કારી સમાજ મૃત્યુ પછી પણ સમાજની ભ્રષ્ટ પરંપરાઓમાંથી મુક્ત થઈ શકતો નથી. હિંસા અને ગુસ્સાથી માનવતા મરી રહી છે. તેવામાં ઓડિશામાં શ્વાન અને માણસ વચ્ચેનો નિઃસ્વાર્થ સંબંધ જોઈને તમારી આંખોમાં આંસુ આવી જશે. પાલતુ પ્રાણી અમીર અને ગરીબ જાતિવાદને સમજી શકતું નથી. પરંતુ તે સંબંધની વ્યાખ્યા સમજે છે. આવા જ કેટલાક દ્રશ્યો ઓડિશાના ગજપતિ જિલ્લાના પરલાખેમુંડીમાં જોવા મળ્યા. પરલાખેમુંડીના ટુની ગૌડ નામના વ્યક્તિનો જન્મ ગરીબ ઘરમાં થયો હતો. પિતાના અવસાન પછી, તેણે પરિવારનું ભરણપોષણ કરવા માટે વિવિધ દુકાનોમાં કામ કર્યું. આ સમયે તેને એક શ્વાન મળતા તેને ઘરે લાવ્યો અને દત્તક લીધો.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) August 9, 2022

 

આ શ્વાનનું નામ તેણે અંજલિ રાખ્યું. તેના આગમનથી, ટુનીનું જીવન બદલાઈ ગયું. ધંધામાં વધારો થતાં જીવનમાં ઘણા સુધારાઓ થયા. ટુની પણ સમાજમાં એક અગ્રણી માણસની જેમ રહેવા લાગી. આ દરમિયાન, તેણે ઘણા શ્વાનોને પાળ્યા છે. ટુની માને છે કે આ સુધારો અંજલિના જીવનમાં આવ્યા પછી જ થયો હતો. પરંતુ સવારે અંજલિની આંખો અચાનક બંધ થઈ ગઈ. પરિવારજનોને પણ જાણ થઈ કે હવે તેમનો શ્વાન આ દુનિયામાં નથી. 17 વર્ષ સાથે રહ્યાં બાદ શ્વાનનું અચાનક મૃત્યુ થતા પરિવારજનો ખાસ કરીને શ્વાનનો માલિક ટુની એકદમ દુ:ખી થઈ ગયો. સમગ્ર વાતાવરણ આંસુઓથી છલકાઈ રહ્યું હતું. ટુનીના પરિવારજનોમાં પણ શોકનો માહોલ છવાયો હતો. કારણ કે આ શ્વાન સમગ્ર પરિવારનું સૌથી પ્રિય પાલતું પ્રાણી હતું. શ્વાનના મૃત્યુથી સમગ્ર પરિવારના લોકોએ આક્રંદ વ્યક્ત કર્યો હતો. 

પરિવારજનોએ નક્કી કર્યું કે અંજલિને મનુષ્યની જેમ પૂરા માન સન્માન સાથે  પરંપરાગત રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. હિંદુ રીતિ-રિવાજ મુજબ, મનુષ્યની જેમ પીળા પાણીમાં સ્નાન કરીને વિશાળ પ્રાંગણમાં અંતિમયાત્રા નીકળી હતી. બેંડ બાજા અને આતશબાજી સાથે અંજલિની અંતિમ યાત્રા નીકળી હતી. આ અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા. ટુનીએ કહ્યું કે અંજલિએ જ્યારથી આવી ત્યારથી તેના જીવનમાં ઘણો સુધાર આવ્યો. તેથી તેના અંતિમ ક્ષણો માટે પણ તે એટલી જ હકદાર છે જેટલી એક મનુષ્યને અંતિમ વિદાય આપવામાં આવે છે. સ્મશાન ઘાટ ખાતે મનુષ્યની જેમ જ અંજલિના પરંપરાગત રીતે અંતિમ સંસ્કાર કરવામાં આવતા લોકોની આંખો આંસુથી ભરાઈ આવી હતી. 

અંજલિએ માનવીય સ્નેહ, પ્રેમ અને લાગણી અનુભવી. એક શ્વાન હોવા છતાં, તે માનવતાની મહાનતાનો અનુભવ કરી શક્યો. તેથી જ આજે તેની વિદાય વખતે સમગ્ર પરલાખેમુંડીના લોકો રડી પડ્યા હતા. હકીકતમાં શ્વાન અને તેના માલિકની વચ્ચેનો આ નિઃસ્વાર્થ પ્રેમ સમાજ સંદેશ આપે છે. આનાથી થોડી સમ્માન ઘટના પર આધારિત હાલમાં જ એક ફિલ્મ પણ આવી હતી જેનું નામ છે 777 ચાર્લી. આ ફિલ્મમાં પણ શ્વાન અને મનુષ્ય વચ્ચેનો સુંદર પ્રેમ દર્શાવાયો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news